વઘઇ: આદિવાસી વિસ્તારોમાં પણ હત્યા કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ વઘઈ તાલુકાના નાનાપાડાં ગામમાં હત્યામાં એક પરણિત મહિલાની હત્યાને અંજામ આપવાનો કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા હતી
Decision News ને મળેલી માહિતી મુજન વઘઇ તાલુકાના નાનાપાડાં ગામ નજીક પતિ અને પત્ની બાઈક પર વઘઈ જઈ રહ્યા હતા એ સમયે મૃતક પત્નીનો બીજો પતિ બાઈક પર આવીને માથાના ભાગે કોયતા વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.
ઘટનાની જાન થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને 108 ની મદદથી મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં સ્થાનિક લોકો જણાવે છે કે મહિલાએ પહેલા પતિ સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા તે પ્રકરણની અદાવતમાં હત્યા થઇ હોય એમ લાગે છે. બાકી તો પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે એ નક્કી છે.