ચીખલી: સાઈબર ક્રાઈમની ઘટના હવે ગામડાઓમાં પણ બનવા લાગી છે. થોડા દિવસો અગાઉ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એક યુવાન એક ખાતામાં બેલેન્સ ચેક માટે એક ફોન આવ્યો અને અચાનક 5000 ઉપડી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એક યુવાન પ્રિયાંશ પટેલ( નામ બદલેલ છે) પર એક ફોન આવ્યો કે તમારા ખાતામાં બેલેન્સ ચેક કરો તમારું બાળક આંગણવાડીમાંથી ભણે છે તેના અનાજ કે તેલના રૂપિયા જમા થશે એમ કહી ખાતા ચેક કરવા કહ્યું કે.. પ્રિયાંશભાઈ તેમના કહ્યા અનુસાર ખાતું ચેક કર્યું તો તેમનું ખાતું ખુલતા જ તેમાંથી 5000 કપાઈ ગયા હતા. આવો જ ફોન સૌરભભાઈ( નામ બદલેલ છે)ને પણ આવ્યો. અલગ અલગ બટન દબાવવા કહ્યું અને ખાતામાંથી 5000 ગાયબ થઈ ગયા. બેંકની આટલી હાઈ સિક્યોરિટી હોવા છતાં આ પ્રકારની ઘટના કઈ રીતે બને છે ? આ રીતે આખા દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાય લોકો સાઈબર ક્રાઈમના શિકાર બનતા હશે ? અને એમાં મોટા ભાગના કિસ્સાઓ હવે ગામડાઓમાં જોવા મળે છે.
પ્રિયાંશભાઈ અને સૌરભભાઈ જણાવે છે કે અમે છેતરપીંડીનો શિકાર બન્યા છે પણ અન્ય કોઈ ન છેતરાઈ એવા ઉદ્દેશ સાથે આ માહિતી શેર કરી રહ્યો છું. આ સાઈબર ચોરો પહેલાં આંગણવાડીમાં ફરજ બજાવતા માતાના બાળકો પર ફોન કરે છે. આંગણવાડી સ્ટાફ ની તમામ માહિતી આપતા હોય છે. અનાજ કે તેલના પૈસા જમા થશે એમ કહી ખાતામાં બેલેન્સ ચેક કરવા કહે છે અને જેવું તમે ખાતામાં બેલેન્સ ચેક કરવા જાવ છો ત્યાં જ તમારા રૂપિયા ઉપડી ગયા હોવાનું તમને જોવા મળે છે. એટલે સાવધાન રેહજો..