ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના અનાથ બાળકને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગણવેશ, નોટબુક, પેન્સિલ સેટ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 2 જોડી ગણવેશ આપી ભણતર માટેની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના મોગરાવાડી ગામમા પ્રિન્સ નામના બાળકે ખુબ નાની ઉંમરમા માતાપિતાની છત્રછાયા ગુમાવતા આ વાતની જાણ સેવાભાવી યુવાન ઉમેશ પટેલને થતાં તેણે મદદરૂપ થવા માટે સમસ્ત આદિવાસી સમાજ સમક્ષ પહેલ નાખી હતી, જેના ભાગરૂપે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, ડો.કૃણાલ પટેલ, શીલાબેન,નીતાબેન, વંદનાબેન તેમજ ખોબા ગામના લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના ખુબ જ સેવાભાવી કર્મશીલ યુવાન પ્રમુખ નિલમ પટેલ દ્વારા 2 જોડી ગણવેશ, નોટબુક, પેન્સિલ સેટ સહિતની વસ્તુઓ બાળકના ભણતર માટે આપવામાં આવી હતી.

લોકમંગલમ ટ્રસ્ટના સ્થાપક નિલમ પટેલ દ્વારા જણાવાયુ કે ખોબા ગામના આશ્રમમા રહીને જો આ બાળક શિક્ષણ લેવા માંગતું હોય તો શિક્ષણની તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવાની માટે હું તૈયાર છું. આ બાળકના બહેતર ભવિષ્ય માટે લોકમંગલમ ટ્રસ્ટ ભવિષ્યમા પણ મદદરૂપ થવા તૈયાર રહશે.