ઝઘડિયા: ભરૂચ જિલ્લાના મૂળ ઝઘડિયા ગામના રહેવાસી અને હાલ ઝાડેશ્વરમાં રહેતા અને આદિવાસી સેવા સંઘ રાજપીપળા આશ્રમ શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ કુમાર પી પરમારને “બેસ્ટ એચિવ મેંટ એવોર્ડ 2023 સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે ટ્રોફી અને મેડલ અપાયા હતા.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે કિરણ પરમાર સંગીતનો બાળપણ થીજ ખૂબ જ શોખ છે, મહંમદ રફી સાહેબ, મુકેશ, કિશોર દા જે સમયના ખ્યાતનામ ગાયકોના ગીતોને જેમને ખુબ જ રસથી સાંભળે છે, તેઓ તબલા અને ઢોલક પણ વગાડે છે જેના માટે પણ તેઓએ કોઈ તાલીમ લીધી નથી. આશ્રમ શાળામાં બાળકો સાથે શાળાના ભજન સંગીત કાર્યક્રમમાં તેઓની સાથે ભજન, ધૂન અને તબલા ઢોલક વગાડતા હોય છે. તેમને ગીતો ગાવાનો બહુ શોખ છે. તેઓ  હમેશા ગીતોને ગણગણતા રહે છે. તેઓએ ગીત ગાવા અંગે પણ કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી. તેઓ લય તાલ મેળવતા રહે છે અને પછી ધીરે ધીરે મ્યુઝિક સિસ્ટમની સાથે તેઓએ ગીત ગાતા રહે છે. તેઓ લય તાલ મેળવતા ઓનલાઇન સિંગિંગ સ્પર્ધામાં પણ તેવો ગત વર્ષે સેમી ફાઇનલ સુધી પહોંચ્યા અને ચાલુ વર્ષે પણ તેઓ ફાઇનલ સુધીની સફર કરી છે. એ જ પ્રમાણપત્રો ગીતોના વીડિયો તેઓએ મેજિક બુક ઓફ રેકોર્ડ દિલ્હી મોકલ્યા અને “બેસ્ટ એચિવ મેંટ એવોર્ડ ૨૦૨૩નો તેઓ બેસ્ટ સીંગિંગ એવોર્ડ માટે ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલ છે અને તેઓ એ આ એવોર્ડ તેમની કર્મ ભૂમિમાં સ્થાનિક ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવાના હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યો અને ડેડીયાપાડાના સામાજિક કાર્યકર શ્રી રાજેન્દ્ર ભાઈ વસાવાના હસ્તે પ્રમાણપત્ર અપાયું હતું

ડેડિયાપાડા આશ્રમ શાળામાં અભ્યાસ કરાવતાં તેમના મિત્ર શિક્ષક જીતેન્દ્ર પટેલ જણાવે છે કે આ અગાઉ પણ તેઓ પબ્લિક હીરો સર્વિસ 2023નો એવોર્ડ મેજિક બુક ઓફ રેકોર્ડ માંથી મેળવી ચૂક્યા છે. સમાજની સાથે સાથે માત પિતા તથા સંસ્થા શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા જે શાળામાં ફરજ બજાવી રહ્યા છે તે શાળાનું પણ નામ રોશન કર્યું છે