ચીખલી: ગતરોજ ચીખલી તેજલાવ ગામમાંથી ખેરનો માલ સાથે ટેમ્પો અને ૩ લાકડા ચોરોને વન વિભાગ અને વલસાડ વન વિભાગે કરેલી સંયુક્ત રેડમાં ઝડપી પડાયા હતા. જેને લઈને આ પુષ્પાઓમાં ડર નો માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે બાતમીના આધારે ચીખલી તાલુકાના તેજલાવ ગામના આશ્રમાં ફળિયામાં વલસાડ વન વિભાગની ટીમ અને ચીખલી વન વિભાગની ટીમએ પેટ્રોલિંગ કરતા ધર્મેશ રમેશ પટેલના ઘરની આજુબાજુમાં ગેરકાયદેસર ખેરના લાકડા પડેલા હતા. અધિકારીઓએ સ્થળ ઉપર જઈ ચેક કરતા એક આઇસર ટેમ્પો નંબર જીજે 07 x 7773 મળી આવ્યો હતો જ્યારે બાજુમાં રાખેલ ખેરનો છોલેલો જથ્થો નંગ 34 તથા ખેરની ઢગલી મળી આવતા આ ખેરનો લાકડાનો જથ્થો આશરે રૂ. 30 હજાર રૂપિયા તથા ટેમ્પા ની કિંમત 1.50 લાખ મળી કુલ 1.80 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યા છે.

આ પુષ્પાઓમાં બીલીમોરાના આંતલિયા ખાતે રહેતાં યાસુબ કમરૂદ્દીન શેખ, ગોડથલના ટેમ્પો ડ્રાઇવર હેમંત ચંદ્રકાંત પટેલ અને તેજલાવના ધર્મેશ રમેશ પટેલ છે. આ ત્રણને પકડી વન વિભાગએ ખેરનો છોલેલો માલ અને એક ટેમ્પો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.