નર્મદા: ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર પ્રાકૃતિક સૌદર્યથી સોળે કળાએ ખીલી ઉઠયો છે. તેની મજા માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે ડેડિયાપાડા તાલુકામાં આવેલાં નિનાઇ ધોધમાં એક વડોદરાનો યુવાન ડૂબી જઈ મૃત્યુ પામ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકામાં આવેલાં નિનાઇ ધોધ ખાતે લોકોનો ચોમાસામાં દરમિયાન ધસારો રહેતો હોય છે. ત્યારે નિનાઈ ધોધને જોવા માટે વડોદરાથી કેટલાક પ્રવાસીઓ આવ્યાં હતાં. પ્રવાસીઓ ધોધની નીચે નાહવાની મજા માણી રહ્યાં હતાં. તે સમયે અચાનક બાદલ શૈલેષ પટેલ નામનો યુવાન ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગામમાંથી તરવૈયાઓ દોડી આવ્યાં પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને તરવૈયાઓને બાદલને મૃત બહાર કાઢ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નિનાઈ ધોધ ખાતે દર વર્ષે સહેલાણીઓના ડૂબી જવાના બનાવો બનતાં રહે છે અને પ્રવાસીઓની સલામતી માટે રેલિંગ પણ લગાવવવામાં આવી હોવા છતાં આવા બનાવો બને છે. આ બાબતને લઈને કેટલાંક અંશે પ્રવાસી ખુદ જિમ્મેદાર હોય છે.