પ્રતીકાત્મક ફોટોગ્રાફ

સમાન સિવિલ કોર્ડ એટલે કે UCC ને લઈને ગતરોજ સંસદીય સમિતિની બેઠક યોજઈ અને આ બેઠકમાં આદિવાસીઓને UCC ના ધારા-ધોરણોમાંથી બાકાત રાખવાની ભલામણ ભાજપના સાંસદ સુનીલ મોદી દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મીડિયા રીપોર્ટ અનુસાર સંસદીય સમિતિનીની આ બેઠકમાં કાયદા મંત્રાલય અને કાયદા પંચના પ્રતિનિધિઓને બોલાવાયા હતા અને સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ સુનીલ મોદીએ પૂર્વાત્તર અને અન્ય વિસ્તારના આદિવાસીઓને UCC માંથી બાકાત રાખવાની ભલામણ કરી હતી. સુનીલ મોદીની દલીલ છે કે આદિવાસીઓ તમામ કાયદાઓમાં અપવાદ છે બેઠકમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે ઉત્તરપૂર્વના કેટલાંક રાજ્યોમાં તેમની સંમતિ વિના કોઈ કેન્દ્રીય કાયદો લાગુ પડતો નથી જ્યારે સમિતિમાં વિરોધ પક્ષોના સભ્યોએ કાયદાપંચની પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવ્યા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે UCC માં વિવિધ સમુદાયો અને ક્ષેત્રોના લોકોની ચિંતાઓ પર વિચાર કરવો જરૂરી છે કોંગ્રેસના સભ્ય ટાગોરે કહ્યું કે લોકસભા ચુંટણીપહેલા યુસીસી લાવવા પાછળ સરકારનો ઈરાદો યોગ્ય નથી.