વાંસદા: મહિનાઓથી ચાલતો હાઇવે 56 નો વિરોધ ગતરોજ વાંસદાના ભીનાર ગામમાં જમીન સંપાદનને લઈને નિશાનના ભાગરૂપે દાટવામાં આવેલ સ્ટોન પણ ઉખાડી ફેંકીને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ આગળ વાંસદા પ્રાંત કચેરીમાં વાપી-શામળાજી હાઇવેના જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લોકોએ લોક સુનાવણીમાં ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે 56ને લઈને જે જમીન સંપાદન થનારા છે તે માટે વહીવટીતંત્ર દ્વારા માપણી કરાયેલ અંતરે સ્ટોન દાટ્યા હતા. જે લોકોએ આક્રોશમાં આવીને વાંસદા ભીનાર ખાતે અને અન્ય ગામડાઓમાં ઉખેડી નાખ્યા છે નું જાણવા મળ્યું છે .
વાપી શામળાજી હાઇવેના જમીન સંપાદનને લઈને લોકોમાં એક સૂત્ર પ્રચલિત થયું છે કે ‘જીવ આપીશું જમીન નહી’ આ સુત્રેએ ગરીબ આદિવાસી ખેડૂત જે જમીન સંપાદનમાં અસરગ્રસ્ત થનાર છે. તે પોતાનો અવાજ બુલંદ કરીને વહીવટીતંત્રના જમીન સંપાદનના નિર્ણય સામે વિરોધ કરી રહ્યા છે.

