ચીખલી: આજરોજ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામ ખાતે નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારના આદિવાસી આગેવાનો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે જે બેઠક યોજવામાં આવી છે તેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવસારી જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી રેલી સ્વરૂપે કરાશે અને જિલ્લા કક્ષાની ઉજવણી ચીખલી તાલુકામાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બિરસા બ્રિગેડના પ્રમુખ પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે આ દિવસ આદિવાસીઓ માટે તહેવાર સમાન છે. દરેક આદિવાસી લોકોને પોતાના આદિવાસીત્વ પર ગર્વ અનુભવાઈ એવા ઉદ્દેશ સાથે આ વખતે અમે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવાના છીએ.