વાંસદા: ગુજરાત સરકાર પંચાયત કામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ સુધારા પરિપત્ર ક્રમાંક પરસ- 102012-902.1 સચિવાલય ગાંધીનગર તા. 29/08/2012 નો પરિપત્ર અને ગુજરાત રાજયપાલશ્રીના હુકમ મુજબ જિલ્લા/તાલુકા/ ગ્રામ પંચાયત પંચાયતો દ્વારા ગ્રામ પંચાયતો લગતા રૂ.પ લાખ સુધી રકમના વિકાસના કામો વિના ટેન્ડરે સંબંધિત ગ્રામ પંચાયત મારફત કરવા માટેની સુચનાઓ અમલમાં છે. આ પરિપત્રને અનુસરી ગ્રમાંપન્ચાય્તને કામો અપાઈ એવી રજુવાત વાંસદા સરપંચ એસોશિએશન દ્વારા આજે DDOને કરવામાં આવી છે.

Decision News સાથે વાત કરતાં વાંસદા સરપંચ એસોશિએશનના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ જણાવે છે કે વાંસદા તાલુકાની દરેક ગ્રામ પંચાયત કોઇ પણ જાતના વાદ-વિવાદ વગર રૂ 5 લાખ સુધીના વિકાસના ટકાઉ સારા અને સંતોષકારક પ્લાન એસ્ટીમેન્ટમાં દર્શાવેલ વિગતે બાંધકામ શાખા સંપર્કમાં રહી આંતરિક માર્ગદર્શન મુજબ અને બાંધકામ શાખાના નિયમો અનુસાર સમય મર્યાદામાં કાર્યો કરતા આવેલા છે. પરંતુ વાંસદા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રી ૧૫મું નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) સિવાયના સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ ગ્રામ પંચાયતોને મળતા આગામી વર્ષ 2023-2024ના વિકાસના ધર્મો જેવા કે (તાલુકા કક્ષા) 15મું નાણાપંચ (જિલ્લા કક્ષા) ૧૫ વિવેકાધિન, ટી.એસ.પી એટીવીટી ધારાસભ્ય કુંડ અને સંસદ સભ્ય ફંડ, વિગેરે વિકાસના 3.5 સુધીની રકમના કામોની એજન્સી સહકારી મંડળીને આપવા માટે તાલુક પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરેલ છે. વધુમાં વર્ષ 2023 -2024ના વિકાસના કામોની વહીવટી મંજુરી મળી ગયેલ છે. પરંતુ આપસાહેબ દ્વારા એગ્રીમેન્ટ કરવા તથા વર્ક પોડરમાટે વાંસદા તાલુકા ગ્રામપંચાયતોને પરિપત્ર પાઠવેલ નથી

વાંસદા સરપંચ એસોશિએશનના ઉપપ્રમુખ મનીષ પટેલ જણાવેછે કે ખરેખર સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ વિકાસના કામો રૂ.પ લાખ સુધીના માકરીના સુધરા પરિપત્ર કમાંક પરસ- 10 2012-102.4 તા.29/08/2012 મુજબ અમલીકરણ એજન્સી ગામ પંચાયત છે. જો ગ્રામ પંચાયત કામ રાખવા માંગતી ન હોય અને કામ કરવા સક્ષમ નથી તે અંગેનો સર્વાનુમતે થયેલ ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી તાલુકા પંચાયત અન્ય એજન્સીને કામી ફાળવી શકે છે. જો તાલુકા પંચાયતના અમુક પ્રાધિકારીઓનો મનસ્વી રીતે સહકારી મંડળીને એજન્સી આપવાનો નિર્ણય ગ્રામ પંચાયતના હક છીનવી લેવા બરાબર છે. જે ગ્રામ પંચાયતના હિતમાં નથી. જો સહકારી મંડળીને એજન્સી આપવામાં આવશે તો ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં હલકી કક્ષાનુ મટીરીયલ વાપરશે તેના કારણે ટકાઉ ગુણવતાસભર કામો થશે નહી. તેમજ મંજુર થયેલા વિકાસના કામો ગામમાં થશે નહી અને ગ્રામ પંચાયતન જાણ બહાર બારોબર પેમેન્ટ થઇ જશે..

વાંસદા તાલુકા પંચાયતના પદાધિકારીઓ દ્વારા વાંસદા તાલુકાની ગ્રામ પંચાયતોને બદલે મહાકરી મંડળીને એજન્સી આપવામાં આવશે તો વાંસદા તાલુકાની દરેક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ દ્વારા તાલુકા પંચાયતના પદાધિકારોઓનો અને સહકારી મંડળીનો સખતમાં સખત વિરોધ છે. આવેદન પત્ર આપતી વેલાએ વાંસદા તાલુકાના 95 ગામના બાબુભાઈ, કૌશિકભાઈ જેવા તમામ સરપંચો હાજર રહ્યા હતા.