ડાંગ: વર્તમાન સમયમાં અવિરત ધોધમાર વરસી રહેલા વરસાદમાં ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ભુસ્ખલન થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સોનગઢથી ડાંગના બરડીપાડા, મહાલ આહવા, શામગહાન સાપુતારાને જોડતો નેશનલ હાઈવે પર ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં ભુસ્ખલન થતાં હાઈવેની સ્થિતિ ભયજનક બની છે.
Decision News ને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગત વર્ષે ચોમાસામાં પણ આ હાઈવે પર ભારે ભુસ્ખલન થતાં બંધ કરવો પડ્યો હતો. વરસાદ આવ્યા પછી હાઈવેની આજુબાજુ કરાયેલું પુરાણ ધોવાઈ ગયું હતું. અને આ વખતે પ્રિમોન્સુન કામગીરી પણ નહી થતાં અને અખબારી અહેવાલથી નેશનલ હાઈવેનાં ઈજનેર જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ વહીવટીતંત્ર કે ઈજનેર દ્વારા કોઈ પગલાં ભરાતાં પહેલા જ સોનગઢથી ડાંગના બરડીપાડા, મહાલ આહવા, શામગહાન સાપુતારાને જોડતો નેશનલ હાઈવે વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો છે.
ગતવર્ષે નેશનલ હાઈવે પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયાં હતા અને નાળાઓ ધોવાઈ ગયાં હતાં. હાઈવેની બોર્ડર તુટી ગઈ હતી. નેશનલ હાઈવે પર ઘણી જગ્યાએ મોટા પથ્થરો અને માટી આવી પથરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા.આ જ કારણે આ હાઈવે પરથી જીવન જોખમે મુસાફરી કરાવી પડી હતી. હાલમાં આહવાનાં અન્ય ધાટમાં નેશનલ હાઈવે દ્વારા ભુસ્ખલન અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવાઈ રહી છે પણ કામ હજુ અધૂરું છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે કેવી સ્થિતિ સર્જાવાની છે.