વાંસદા-ખેરગામ: બે મહિનાનો સમય પણ માંડ વીત્યો હશે ત્યાં તો વાંસદાના પીપલખેડ ગામથી ખેરગામ તરફ જતો રાસ્તો માંડવખડક ગામમાંથી પસાર થતાં આ નવનિર્મિત હાઇવે પર તિરાડો, ઘણી જગ્યાએ નીચે બેસી ગયા અને ધોવાણ થઇને બત્તર હાલત થયાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News સાથે સ્થાનિક લોકોએ વાત કરતાં જણાવ્યું કે પહેલા વરસાદમાં જ આ નવનિર્મિત હાઇવે પર પડેલી આ તિરાડો, ઘણી જગ્યાએ નીચે બેસી ગયા અને ધોવાણ થઇને બત્તર હાલત થયાના દ્રશ્યો સાબિત કરે છે કે હાઈવેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર રોડ પાસ કરી કરોડો રૂપિયા ચાવ કરી ગયો છે. સરકારી તંત્ર આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને જ કેમ બે તાલુકાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી આપતી હશે ? શું આ ભષ્ટાચારમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરનો સગાવાદ હશે ? કે પછી તંત્રનો કોન્ટ્રાક્ટરને કોઈ ખોફ નથી રહ્યો ? શું તંત્ર પણ આ ભ્રષ્ટાચાર સામેલ છે એવા વિવિધ સવાલો સામે આવી રહ્યા છે.
હવે જોવું એ રહ્યું કે આ હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા વિહીન કામગીરી કરનારા ભષ્ટાચારી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વહીવટીતંત્ર અને જવાબદાર આધિકારીઓ શું કાર્યવાહી કરે છે કે પછી ધૃતરાષ્ટ્ર બની જેમ ચાલે છે એમ ચલાવ્યે રાખે છે.

