ચીખલી: આજે સવારે DGVCLમાં નોકરી કરતા ખેરગામ તાલુકાના પંણજના નાની કોરવળ ફાલ્ગુનીબેન ડી પટેલનો અકસ્માત થતાં તેમને ગંભીર ઈજા પોહ્ચતા તેમને 108 ની મદદથી સારવાર માટે ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ફાલ્ગુનીબેન ડી પટેલ જેઓ ખેરગામના પંણજના નાની કોરવળના રહેવાસી છે તેઓ જ્યારે સવારે DGVCL ની સબ ડિવીઝન શાખા ટાંકલ ખાતે નોકરી કરવા નિયમિત રીતે પોતાની GJ-21-BQ- 5661 નંબર એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં ફાલ્ગુનીબેન ડી પટેલ ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે જેથી તેને તાત્કાલિક ધોરણે ચીખલી હોસ્પિટલમાં સારવાર માટે 108ની મદદ થી ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર માહિતી ગાંવિત દિનેશભાઈ દ્વારા સોશ્યલ મીડિયામાં શેર કરાઈ છે.