વલસાડ: હાલમાં જ વલસાડ તાલુકા અને ખેરગામ તાલુકાને જોડતા સ્ટેટ હાઈવે 67 ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. 859 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટને કાઢવા માટે ગુંદલાવ- ખેરગામ રોડ રાત્રિ દરમિયાન બંધ કરવા વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ હુકમ જારી કર્યો છે.

Decision News ને લઈને વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા સ્ટેટ હાઈવે 67 ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. 859 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટને કાઢવા માટે ગુંદલાવ- ખેરગામ રોડને થોડા સમય માટે રાત્રિ દરમિયાન બંધ કરવાનો વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ હુકમ કર્યો છે. આદેશ પ્રમાણે 5 જુલાઈ સુધી રાત્રિના 23:00 કલાકથી વહેલી સવારના 4 કલાક સુધી ગુંદલાવ – ખેરગામ રોડ બંને બાજુથી વાહન વ્યવહાર માટે બંધ રેહશે

કલેકટરે જણાવ્યું છે કે ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ ફક્ત નાના વાહનો ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ જતા ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ થઈ ખેરગામ રોડ તરફ અવર- જવર કરી શકશે