આજે 30 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસના પાનાં પલટાવીએ તો આજે સંથાલી હૂલ ક્રાંતિ દિવસ છે, જે વર્ષ 1955 માં હાલના ઝારખંડ રાજ્યના સંથાલ પરગણામાં અગ્રેજો વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરવામાં આવેવો વિદ્રોહ છે, જેન ‘સંથાલી હુલ ક્રાંતિ’ કે ‘સંથાલી વિદ્રોહ’ અને સંથાલ હૂલ ક્રાંતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ઈતિહાસમાં આઝાદીની લડાઈની પ્રથમ લડાઈ 1857 વિદ્રોહને માનવામાં આવે છે, પરંતુ તેની પહેલા વર્તમાન ઝારખંડ રાજ્યના સંથાલ પરગણામાં ‘સંથાલી હુલ’ અને ‘સંથાલી વિદ્રોહ’ દ્વારા અંગ્રેજોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. બે ભાઈઓ સિદ્ધુ અને કાન્હુની આગેવાની હેઠળ, 30 જૂન, 1855માં હાલના સાહેબગંજ જિલ્લાના ભગનાડીહ ગામમાંથી શરૂ થયેલા આ વિદ્રોહના પ્રસંગે, સિદ્ધુએ જાહેરાત કરી હતી – ‘કરો યા મરો, અંગ્રેજો અમારી ધરતી છોડી દો’.

30 જુનની વાત કરીએ તો આજે  આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ પણ છે અને તેની સાથે આજના દિવસે જોડાયેલી કેટલીક મહત્વની ઘટના પણ છે જેમ કે 1999 – ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રીય પક્ષના નેતા ટિમ ફિશરનું રાજીનામું. 2002– બ્રાઝિલે જર્મનીને 2-0થી હરાવી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો. 2003– ચાર ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી કેથરીન હેપબર્નનું નિધન 2005 – બ્રાઝિલે કન્ફેડરેશન કપ જીત્યો. 2006 – ફૂટબોલ વર્લ્ડ કપમાં જર્મનીએ આર્જેન્ટિનાને હરાવ્યું. 2007– યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વસંમતિ સાથે શાંતિ સંરક્ષણ વિભાગને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો. 2008– ભારતીય પત્રકાર અનીસુદ્દીન અઝીઝને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બુક કીપર્સ (IAB) ન્યૂ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે આદિવાસી ખૈબર પાસ ક્ષેત્રમાં આતંક ફેલાવતા ત્રણ આતંકવાદી જૂથો પર પ્રતિબંધ મૂક્યો હતો.