ઉચ્છલ: આજરોજ ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદના કારણે મોગરબારા ગામમાં કુલ-૦૯ (નવ) જેટલા રહેણાંકના મકાનો, આંગણવાડી-2 અને પ્રાથમિક શાળામાં વરસાદનું પાણી પાણી થઈ ગયું હતું પરંતુ રાહતની વાત એ રહી કે આ કિસ્સામાં કોઇ જાનહાની કે પશુહાની નહિ થયાની માહિતી મળી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉચ્છલના મોગરબારા ગામના (1) દિલીપભાઇ ભુસર્યાભાઇ વળવી (2) સુનિલભાઇ સેલ્યાભાઇ વસાવા (3) વસીબેન ભુસર્યાભાઇ વળવા (4) માલજીભાઇ ભુસર્યાભાઈ વળવી (5) જયાનંદભાઇ બાજયાભાઇ વળવી (6) બાલુભાઇ ભુસર્યાભાઇ વળવી (7) સેલ્યાભાઇ સોનાભાઇ વસાવા (8) ફતેસિંગભાઇ ગાંગલીયાભાઇ ગામીત (9) પંતુભાઇ જીવાભાઇ વળવી (10) 2 આંગણવાડી કેન્દ્ર (11) પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા હોવાનું જણાયું છે.

મોગરબારા ગામના તલાટી કમમંત્રી દ્વારા ઉચ્છલ મામલતદાર, ઉચ્છલ તાલુકો અને જિલ્લા ખેતીવાડી અધિકારી જિ.તાપી. પ્રાંત અધિકારી સાહેબ પ્રાંત કચેરી નિઝરમાં પણ લેખિત રાજુવાતની કોપી નકલ સાદર રવાના કરવામાં આવી છે.