કપરાડા: બે દિવસ પહેલાં એટલે કે 27 જૂન 2023ના રોજ કપરાડા તાલુકામાં વન વિભાગના અધિકારી ધવલ પટેલ લુખ્ખાગીરી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતે 10 વર્ષની મહામહેનતે ઉછેરીલી આંબા કલામને કાપીને ભોય ભેગી કરી નાખી હતી.
જુઓ વિડીયો
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારના લીખવડ ગામમાં ઉત્તમ ભાઈ કાળુભાઈ દાહવાડ અને અબૃત ભાઈ કાળુભાઈ દાહવાડના આંબાના ઝાડ 10 વર્ષના પંચાયતના પરમિશન વગર ફોરેસ્ટર ખાતાના અધિકારી ધવલ પટેલ દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. હવે સવાલ એ થાય કે શું આ જંગલ જમીન ધવલ પટેલના બાપ દાદા ઓ એ સાચવેલા છે કે ? આ જંગલ જમીન સ્થાનિક આદિવાસી લોકોના બાપ દાદાઓ એ સાચવી છે. અહીંના લોકોનું કહેવું છે કે જે જમીન સરકારી છે એ જમીન અમારી છે એ વાત અધિકારીઓએ ધ્યાન રાખવી પડશે.
સ્થાનિક લોકો Decision Newsને જણાવે છે કે અમે આધિકારીને કહેવા માંગીએ છીએ કે અમે તેમના હુકમ થી અમે ડરી નથી જવાના..! એ સમય દૂર નથી કે આવા જો હુકમી કરતા અધિકારીઓને અમારી ગ્રામસભાની મંજુરી વગર ગામની હદમાં ઘુસવા પણ ના દઈશું. એ ધ્યાન રાખજો.