દક્ષિણ ગુજરાત: ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતીઓને થથરાવી દે તેવી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે.

Decision News ને જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે. 11, 12 અને 13 તારીખે દરિયાકાંઠે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. આ સાથે 18, 19, 20 તારીખમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે. આગળ જતા વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.