કપરાડા:  તાલુકાના સુથારપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તેમની ટીમે ટાચા તબીબી સાધનો હોવા છતાં પ્રસૂતિ બાદ બંધ શ્વાસોશ્વાસ અને બંધ હદયના ધબકારા સાથે જન્મેલા બાળકની ટ્રીટમેન્ટ કરી લાંબી જહેમત બાદ નવજાત બાળકને નવી જિંદગી આપી હતી. પ્રતિ વર્ષ અહી 500 થી વધુ પ્રસુતિઓ કરવામાં આવે છે. છતાં એકપણ મોત ન થયા હોવાનો અલગ રેકોર્ડ હોવાનુ તબીબ ડો. શિંદેએ જણાવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત મહારાષ્ટ્ર ના સરહદી ગામ સુથાર પાડા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રની શરુઆત અને આદિવાસીઓના મસીહા ડો .મહેન્દ્ર શિન્દે ના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે અહીંયા પ્રતિવર્ષ 350 થી 500 ડિલિવરી થતાં ઘરમાં થતી પ્રસુતિ લગભગ અટકી ગઈ છે. હાલે 23 જુને, 19 વર્ષની સગર્ભા ડિલિવરી માટે આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઇ હતી. જોકે જન્મના વખતે બાળકના ગળાના ફરતે નાળ આવી ગયેલ હતી અને બાળક ગર્ભજળ બાળકના ફેફસાઓમાં પણ જતું રહેતા બાળકના જન્મ પછી શ્વાસ શ્વાસોશ્વાસ બંધ હતા, હૃદયના ધબકારા ન હતા. હાથ અને પગ લીલા થઈ રહ્યા હતા, જોકે તબીબ મહેન્દ્ર શિન્દેએ બાળકને તાત્કાલિક રેડિયન્ટ વાર્મરના નીચે મૂકી પગના તળિયામાં ટપલીઓ મારવાનું ચાલુ કર્યું, સક્શન કરીને ગળવામાં આવેલ ગર્ભજળ બહાર કાઢવામાં આવ્યું હતું.

પરિણામે સતત હૃદયના ધબકારા લાવવા માટે કારડી એક મસાજ અને એમ્બું બેગમાં ઓક્સિજન જોડીને દબાણથી હવા એમના ફેફસાંઓમાં પહોંચાડવા માટે પ્રયત્ન કરતા બાળકના શ્વાસોશ્વાસ પણ ચાલુ થવા સાથે આંખોની પાપણ હલવા લાગી અને અંદાજિત 20- 25 મિનિટ પછી બાળક રુદન કરવા લાગતા લેબર રૂમમાં દરેકના ચહેરાઓ ઉપર ખુશીની લહેર ઉમટી પડી, ત્યાર બાદ બાળક અને તેમની માતાને 108 એમ્બ્યુલન્સમા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આગળની સારવાર માટે રિફર કરાયા હતા.