બારડોલી: ખોટા ચોરીના આરોપના બારડોલીની નર્સિંગ કરતી આદિવાસી દીકરીએ સ્વમાન ઘવાતાં અને માનશીક રીતે હેરાન થઇ જતાં સંયમ ગુમાવી અગાસી પરથી નીચે કૂદી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતાં સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજની આ દીકરી જે બારડોલી જુની કીકવાડમાં રહે છે નામ છે સોનલબેન ચૌધરી જે પલસાણા નર્સિંગમાં ભણતા હતા તે કોલેજમાં એક શિક્ષિકાએ આ દિકરી અને બીજી દીકરીઓ ઉપર એના 10,000 રૂપિયા ચોરીનો ઇલજામ મૂક્યો હતો અને ચાર પાંચ દિવસથી સતત માનસિક રીતે તેમને હેરાન કરવામાં આવતા હતા આ દિકરીઓને બહાર બેસાડી એમના રૂમ પણ ચેક કર્યા હતા અને એમના મોબાઈલના વોટ્સઅપ પણ ચેક કરવામાં આવ્યા હતા. આ દીકરીએ એમના ધર્મગ્રંથ બાઈબલ ઉપર હાથ મૂકીને પણ કહ્યું હતું કે અમે ચોરી નથી કરી તો પણ આ દિકરીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. જેથી આ દીકરી સંયમ ગુમાવી બેઠી અને માનસિક રીતે ખૂબ પરેશાન થઈ ગઈ અને અગાસી ઉપરથી નીચે ઝંપાવ્યું અને તેનું મૃત્યુ થયું હતું.

હવે સવાલ એ છે કે.. તો આ આત્મહત્યા છે કે હત્યા છે કારણકે આ દીકરી લોકોને સતત ચાર પાંચ દિવસથી માનસિક રીતે હોસ્ટેલ કોલેજના સ્ટાફ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તો આ દીકરીના હત્યારાઓને સજા થાય એ માટે દરેકે આગળ આવવું પડશે. લોકો દીકરીના આ પગલાંને આત્મહત્યા નહિ હત્યા છે એમ કહી રહ્યા છે.