ધરમપુર: આજરોજ ધરમપુરમાં ગૃહમંત્રીને PSI ધરમપુર મારફત આદિવાસી સમાજની 4 વર્ષની દીકરી રાનું મછાર ઉપર દુષ્કર્મ કરનાર નર પિશાચને ફાંસીની સજા અને પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં GNM નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત (હત્યા)ની તપાસ કરી ગુનેગારોને તાત્કાલીક જાહેરમાં ફાંસીની સજા આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત ખાતે માસૂમ ફૂલ જેવી દીકરી દિવ્યા રાઠોડની હત્યા અને બલાત્કારની દુઃખદ ઘટનાને હજુ તો આશરે 2 મહિના જેવો સમય થયો ત્યાં તો ફરી એક વાર સુરત ખાતે 4 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરી હેવાનિયતનો શિકાર બની… દિવ્યા રાઠોડનો આત્મા અને પરીવારજનો હજુ તો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે ત્યાં ફરી એવી જ ઘટનાનું પુનરાવર્તન થવું એ ન્યાયતંત્ર માટે ઘણું દુઃખદ અને શરમજનક બાબત છે
કલ્પેશ પટેલ જણાવે છે કે આદિવાસી ઓ સાથે આદિકાળથી અન્યાય થતા આવ્યા છે અને આ 4 વર્ષ ની દીકરી સાથે જે દુષ્કર્મ થયું છે એમાં ગુજરાત સરકારનું ‘બેટી બચાવો,બેટી પઢાવો’ નું સૂત્ર અહીં સાર્થક કઈ રીતે બની શકે. આપણા દેશમાં પણ આવા નરપિશાચો માટે અરબ દેશો જેવા નીતિનિયમો લાગુ કરી જાહેરમાં આકરામાં આકરી સજા તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં GNM નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનલબેન જીતેશભાઈ ચૌધરીના મોત (હત્યા) ની તપાસ તાત્કાલિક કરી ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે નહિ તો આદિવાસી સમાજ આગામી દિવસોમાં આકસ્મિક કાર્યક્રમ આપશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટ કરતા તંત્રની રહછે