દક્ષિણ ગુજરાત: બલેશ્વર સંસ્કાર વિદ્યા સંકુલમા આદિવાસી યુવતીના રહસ્યમય મરણ બાબતે કોલેજના ટ્રસ્ટી મંડળ સાથે AKSM અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્વારા દીકરીને તેમજ પરિવાર ને ન્યાય મળે તે માટે પોલીસ કાર્યવાહી માં સહકાર આપવા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રસ્ટી જીવરાજભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી અને દીકરી સોનલના મરણના જવાબદારો ને નહીં છાવરવા ટ્રસ્ટી મંડળ ને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી દિકરીઓ ની સમસ્યાઓ વધતી જાય છે ગતવર્ષે પણ સરકારી હેલ્થ વર્કર ની પરીક્ષા પાસ કરનાર બે યુવતીઓ ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે નર્સિંગ સર્ટીફીકેટ યોગ્ય નથી કહીં ભરતી કરેલ નહીં , પરિવાર ની આશા અને દીકરીઓનાં ભવિષ્ય સામે નડતરરૂપ જાતિવાદી કીડીઓને ખતમ કરવા બાબતે આ દિકરીઓ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે લડી રહી છે.

આદિવાસી દીકરી સોનલ ને મોતને ઘાટ ઉતારવામાં આવી છે તે બાદ પણ હજુ જાતિવાદી કીડાઓ મસ્ત છે ત્યારે ગુજરાત ના ૧૮૨ ધારાસભ્યો ના મોંમાં મગ ભરેલા છે એક પણ ધારાસભ્યે આ બાબતે હજુ સુધી અવાજ ઊઠાવ્યો નથી માટે હું રોમેલ સુતરિયા કહું છું ૧૮૨ ધારાસભ્યો એ ઢાંકણી માં પાણી લઈ ડૂબી મરવું જોઈએ. તમારી ચુપ્પી જ તમારી જાતિવાદી માનસિકતા છતી કરે છે.