વાંસદા: આજરોજ સવારના 8:30 ના સમયગાળા દરમિયાન એક યુવાને વાંસદા હનુમાનબારી સર્કલ પર રસ્તાની વચ્ચે પાર્કીંગ કરીને બેઠો હતો જેના કારણે બે બાઈક સવારો મોતના મુખમાં જતાં જતાં રહી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટનામાં સવારના 8:30 ના સમયગાળા દરમિયાન એક યુવાને વાંસદા હનુમાનબારી સર્કલ પર રસ્તાની વચ્ચે પાર્કીંગ કરીને ‘જાણે પોતાના પપ્પાનો રસ્તો હોય તેમ ફોર વ્હીકલમાં બેઠો હતો ત્યારે વઘઈ તરફથી આવતી બાઈક અને બજાર સાઈડ થી આવતી બાઈક વચ્ચે અકસ્માત થતાં થતાં રહી ગયો. જો અકસ્માત થાત તો બંને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયા હોત ક્યાં મૃત્યુ પણ પામ્યા હોત.. પણ એ ફોર વ્હીકલ માં એસી ચાલી કરીને બેઠેલા બેજવાબદાર યુવાન આરામ ફરમાવી રહ્યો હતો.

ઘટના સ્થળ પર હાજર એક યુવાન દ્વારા દુરથી બોલીને અને ઈશારા કરીને એને કહેવામાં આવ્યું કે ભાઈ તારી ફોર વ્હીકલને સાઈટમાં પાર્ક પર કોઈ અકસ્માતની ઘટના બનશે પણ એ બેજવાબદાર યુવાને ન તો ફોર વ્હીકલ હટાવી અને કોઈ જવાબ આપ્યો. બસ આરામ ફરમાવતો રહ્યો.. જાણે કોઈને ગંભીર ઈજા કે મોતના મુખમાં પોહ્ચાડવાનો આજે એ નિયમ કરીને ઘર થી નીકળ્યો ન હોય.. આવા બેજવાબદાર યુવાનો આ વધતા જતાં અકસ્માતનો જવાબદાર છે એમ કહેવામાં કશું જ ખોટું નથી. પોતાની જવાબદારીની ભાનશુધ્ધા નથી આ લોકોને..