બીલીમોરા: આંતલિયામાં પતિ-પત્ની તરીકે રહેતા યુવકે તેની સાથે રહેતી 16 વર્ષીય તરુણીને ગળુ દબાવી મારી નાખી અને ત્યાર બાદ પોતે પણ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાનો કિસ્સો બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બીલીમોરાના આંતલિયા ગામમાં શિ‌વશક્તિ નગરમાં રહેતા રાજા સુરેન્દ્રસિંહ રાજપુતને આંતલિયાની જ એક કિશોરી સાથે આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ થયો અને તેઓ છેલ્લા 8 માસથી પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા પણ બંને વચ્ચે કોઈ અજાણ્યા કારણોસર થોડા વખતથી લડાઈ ઝઘડો થયા કરતી હતી બે દિવસ પહેલા રાત્રિના સમયે ઝઘડાના કારણે ગુસ્સામાં આવીને રાજાએ તરુણીનું ગળું દબાવી મારી નાખી અને પંખા સાથે તેણે પણ દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી તરુણીની લાશ અને લટકેલી રાજાની લાશને નીચે ઉતારી બન્નેના  મૃતદેહને PM માટે મેંગુષી હોસ્પિટલ બીલીમોરા મોકલાવાઈ હતી.