ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતમાં પણ હવે યુવાનો વિદેશમાં અભ્યાસ કરવાના સપનાં સેવતા દેખાય રહ્યા છે ત્યારે નર્મદાના જિલ્લાની સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડા ખાતે વિદેશ અભ્યાસ પાસપોર્ટ વિઝા અંગે યોજાયો સેમિનાર યોજવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા મથકે આવેલ સરકારી વિનયન કોલેજ દેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સિલ અને વિદેશ અભ્યાસ માટે વિઝા પાસપોર્ટ અંગે માર્ગદર્શન સેમિનાર દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
આ સમગ્ર કાર્યક્રમ રાજપીપલા અને વડોદરા રોજગાર કચેરી દ્વારા રોજગાર લક્ષી અને વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.