આહવા: ‘વરસાદ કે વાવાછોડામાં તુટી પડે પછી નવા વીજપોલ નાંખી આપીશું’ આ બેદરકાર અને નફફટ જવાબ આપ્યો છે આહવા વીજકંપનીના અધિકારીઓએ.. એનો મતલબ કે વીજપોલ તૂટી પડે અને કોઈ નિર્દોષની જાનહાની થાય પછી જ કામ કરવામાં આવશે.. વાહ અધિકારી વાહ..
Decision News ને મળેલી જાણકારી મુજબ આહવાના નડગખાદી ગામે ઉપલા ફળીયામાં આવેલા સીતાબેન જશવંતભાઈ પટેલના નામે ચાલી આવેલ ખેતીની જમીનમાંથી ઘોઘલી ફીડર અને આહવા વીજકંપનીની હાઈટેન્શન વીજલાઈન પસાર થાય છે આ હાઈટેન્શન વીજલાઈનના બંને વીજપોલ છેલ્લા એક વર્ષથી ધીમે ધીમે નમી રહ્યા છે. ની માહિતી ખેતર માલિકના પુત્રો રીતેશભાઈ અને ગણેશભાઈએ આહવા વારંવાર જાણ કરી પણ વીજકંપની દ્વારા કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.
આહવા વીજકંપનીના અધિકારીઓના જવાબ તો માણસાઈ ને સરમાવે એવા છે એમનું કહેવું છે કે વાવાઝોડા, વરસાદમાં વીજ પોલ તુટી જાય પછી અમો નવા વીજપોલ નાખીશું. આ સરકારી બાબુ કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ જાય અને સરકારનું નુકશાન થાય તેની વાટ દેખી રહ્યા છે એમ કહેવું ખોટું નથી. આહવા વીજ કંપનીના નફફટ કર્મચારીઓની શાન ઠેકાણે કોણ અને ક્યારે આવશે એ જોવું રહ્યું