વાંસદા: રાણી ફળીયા ગામનો સફળ યુવા પર્વતારોહક જિગ્નેશ કુમાર અશોકભાઈ પટેલ કે જેઓ તોરણીયા ડુંગર ઉપર થી પર્વતારોહણ ની બેઝિક રોક ક્લાઇમિંગની તાલીમ લઈ હાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ માઉન્ટ આબુ, ગૌમુખ રોડ રાજસ્થાન ખાતે કોચિંગ કેમ્પમાં સફળ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાના પટેલ જિજ્ઞેશ અશોકભાઈ જેવો રાણીફળિયા ગામનું નામ રોશન કરેલ છે તેમજ આજુબાજુના વિસ્તારના યુવાનો માં પ્રેરણા રૂપ સાબિત થયેલ છે સાથે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી બાબુભાઈ આર. પટેલ તેમને ગામના સફળ યુવા ધનને આશિર્વાદ આપ્યા . જીગ્નેશ હાલ વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાઈન્સ કોલેજ બીલીમોરા (ટી.વાય.બીએ.)નો સફળ વિધાર્થી છે.
વિશેષમાં સફળ પર્વતારોહક ડૉ.વિજય પટેલે આવા તેજસ્વી પર્વતારોહકો અગામી હિમાલય સુધી જવા માટે તત્પરતા દર્શાવે છે, તેમના ઉજ્વળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા.

