ઉમરગામ: ગતરોજ ઉમરગામના હેડ કોન્સ્ટેબલ નૈનેશ મણીયાભાઇ હળપતિ 20,000 રૂપિયાની લાંચ રુસ્વતના ગુનામાં લાંચના છટકુ ગોઠવીને ACB દ્વારા બાવળના ખેતરમાં ભાગી જતા તેની બળ પ્રયોગથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ FIR મુજબ પોતાની મોપેડ ઉપર દમણથી કનાડુ પોતાના ઘરે આવતા હતા તે દરમ્યાન પાલીગામ ચાર રસ્તા ખાતે નારગોલ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ચેક કરતા મોપેડની ડીકીમાથી બે કિંગફીશર લાઇટ બિયરના ટીન મળી આવતા ફરીયાદીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન લઇ આવેલ તે વખતે પોલીસ કર્મચારી નૈનેશભાઇનાઓએ ફરીયાદીને માર નહી મારવા માટે તેમજ ફરીયાદીનો મોબાઇલ અને એક્ટિવા ગુનાના કામે જમા નહી થવા દેવા માટે તેમજ ફરીયાદી ઉપર દારૂનો ગુનો દાખલ નહી કરવા માટે રૂ.૧,૦૦,૦૦૦ ની માંગણી કરેલ પણ અને રકઝકના અંતે રૂા.૭૦,૦૦૦ હજાર નક્કી કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ રૂા.૫૦,૦૦૦ ફરીયાદીના ભાઇએ જે તે સમયે પોલીસ કર્મચારી નૈનેશભાઇને આપેલ અને બાકીના રૂા.૨૦,૦૦૦ જે તે સમયે નહી આપતા ફરીયાદી ઉપર દારૂનો ગુનો દાખલ કરેલ હતો. અને બાકીના રૂા.૨૦,૦૦૦ ની માંગણી ચાલુ રાખેલ. જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી.એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂા.૨૦,૦૦૦ સ્વીકારી એ.સી.બી. ટીમને જોઇ જંગલી બાવળનાં ખેતરમાં નાશી જઇ તેઓને પકડવા જતા દરમ્યાન એ.સી.બી. ટીમની ઓળખ આપવા છતા સહકાર નહી આપી ભાગવાની કોશીશ કરતા એ.સી.બી. ટીમના સભ્યોએ જરૂરી બળ પ્રયોગ કરી આરોપીને પકડી લઈ સદર ગુના સંદર્ભે આરોપીને પકડી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.