ગુજરાત: હાલમાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક મળી અને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ કોંગ્રેસ હાઇકમાન્ડે નિર્ણય લીધો છે કે ગુજરાતમાં કમલમની જેમ જ તમામ જિલ્લા તાલુકામાં અને તાલુકામાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે.
Decision News ને મળેલી માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હિંમતસિંહ પટેલ, સુખરામ રાઠવા , મધુસુદન મિસ્ત્રીદિપક બાબરીયા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગૌરવ પંડ્યા, નિલેશ પટેલ, તુષાર ચૌધરી, શૈલેષ પરમાર અને નિશ્ચિત વ્યાસ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠક પવન બંસલ અને કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ઓલ ઇન્ડિયા પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને પણ ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે દિલ્હી બોલાવાયા હતા











