સુરત: સુરતમાં AAP નેતા ભૂપત ભાયાણીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં AAP નેતા ભૂપત ભાયાણી એક મહિલા સાથે એક હોટલના રૂમમાં જતા હોય તેવું જોવા મળે છે. હોટલમાં રેડ કરતા નેતાએ મોઢે રૂમાલ બાધી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું છે.

જુઓ વિડિઓ…

‘ગુજરાત ફસ્ટ’ ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર સુરતમાં AAP MLA ભૂપત ભાયાણી વિવાદમાં આવ્યા છે. તેમનો એક યુવતી સાથે હોટલના રૂમમાં જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. CCTV માં સ્પષ્ટ દેખાય છે કે ભુપત ભાયાણીએ રજીસ્ટરમાં એન્ટ્રી કરી છે અને યુવતીએ પણ પોતાની મરજીથી હોટલમાં આવી હોય તેવી રીતે સહી કરી હતી.

દોઢ મિનિટની અંદર ભુપત ભાયાણીને રિસેપ્શન પર નો માણસ એક રૂમમાં મોકલે છે.પણ આ વીડિયો કેટલો સાચો છે તેની પુષ્ટિ Decision News કરતુ નથી માટે વિડીયો અહી મુકાયો નથી. હાલમાં આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.