વાંસદા: ગઈકાલે રાતના ગવાણ ગામનાં 2 ઘરોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી, જેમાં કાલુભાઈ કાથુડ અને ઉત્તમભાઈ કાથુડના ઘર બડીને ખાક થઇ ગયા હતા. આ ઘટના દરમિયાન કાલુભાઈ કાથુડને આગની અડફેટમાં આવી જોવાથી ધાજી જોવાયું જેથી એમને સારવાર અર્થે વ્યારા સરકારી દવાખાનામાં ખાસેડવામાં આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના દરમિયાન ઘરમાંની અંદરની વસ્તુ જેવી કે ઘરવખરી, ઘાસ, રૂપિયા તેમજ ડોક્યુમેન્ટ અગ્નિની અંદર સમાય ગયા હતા. ગામનાં લોકોના સહાયથી આગને શાંત પાડવામાં આવી હતી. ઘટનાની મુલાકાત લેવા 172 નિઝરના ધારાસભ્ય ડૉ. જયરામભાઈને જાણ થતાં રૂબરૂ મુલાકાત લીધી અને સહાય ચુકવવા માટે બાંહેધરી આપી અને પોતે પણ સહાય કરવા માટે આશ્વાસન આપ્યું.

આ ઉપરાંત પીડિત પરિવાર મુલાકાત માટે મોહીની જિલ્લા પંચાયતના સભ્ય જાલમસિંગભાઈ વસાવા એ પૂરેપૂરી સહાય કરવાની જવાબદારી લીધી અને ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઈ ગામીત હાજર રહ્યા.