વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સિંધાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા ત્રણ ભાઈઓ સહીત જયેશભાઈ રંગજીભાઈ પટેલ, શ્રમજીવી પરિવારનું ઘર ઈલેક્ટ્રીક શોટર્કિટના કારણે આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયાની ઘટના બનવા પામી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ આ આગ લાગ્યાની ઘટનાની જાણ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ, ડો. વિશાલ પટેલને થતાં, વાંસદા તાલુકાના કર્મનિષ્ઠ યુવા કાર્યકર્તા ભુપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા શાસક પક્ષના નેતા બિપિન માહલા, તાલુકા પંચાયત સભ્ય માધુભાઈ પટેલ, સહિત અન્ય આગેવાનો સાથે સ્થળ પર મુલાકાત કરી અને યથાશક્તિ રોકડ રકમની મદદ કરી હતી. સાથે ગ્રામજનો દ્વારા પણ પરિવારને લોક ફાળો કરી સહાય કરવામાં આવી હતી.

નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલે કહ્યું કે વાંસદા તાલુકાના ગામોમાં આપણી આદિવાસી પ્રજા કાચા મકાનમાં રહે છે, અને આગ લાગવાના બનાવો ઘણા બધા બનતા હોય છે, જેથી કરી સરકારમાં રજૂઆત કરી વાંસદા તાલુકામાં ફાયર બ્રિગેટ ટેન્કરની સરકારમાં રજૂઆત કરી માંગણી કરવાની ખાત્રી આપું છું