આહવા: ગતરોજ આહવાના દેવલપાડા ગામના વસંતભાઈ યેશુભાઈ બાગુલે ત્રણ સંતાન હોવા છતાં ત્રણેય જણ કોઈપણ પ્રકારના કામ ધંધા કરતા ન હોવાથી માનશીક રીતે તણાવમાં આવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનવા પામી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવાના દેવલપાડા ગામના વસંતભાઈ યેશુભાઈ બાગુલના ત્રણેય સંતાન કોઈ કામધંધો કરતા ન હોવાથી તે કાયમ માનસિક રીતે તણાવમાં રહેતા હતા જેનું મનદુઃખ રાખી ગતરોજ સવારે તેમણે મકાનના પાછલા ભાગે આવેલ ગેલેરીમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાને લઈને આહવા પોલીસમાં ભાઈ વિજયભાઈ બાગુલ દ્વારા જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસના યુવા નેતા તરીકે ઉભરી રહેલા તુષાર કામડી જણાવે છે કે હાલમાં ડાંગમાં ગાંજો, ચરસ, દારુ, બેન્ડ પાર્ટી, મોંઘી દાટ ગાડીઓની આદત યુવાનોના ભવિષ્યને ખોખલું કરી રહ્યું છે. ડાંગના યુવાનો ખુબ મેહનતું હતા. તેઓ વટ થી મજૂરી કરતા નોકરી કરતા, અને ઘર ચલાવતા. અને ઓછા ખર્ચે જીવન નિર્વાહ કરતા હતા પણ વ્યસન, બેન્ડ પાર્ટી, અને બીજાની લાઈફ જોઈ પોતે અનુસાર કરવામાં યુવક યુવતીઓની જિંદગી બગડી રહી છે જે બાબતે સભાન થવાની જરૂર છે નહિ તો  ઉડતાડાંગ બનાવામાં વાર નહિ લાગે એમ મારું માનવું છે.