આહવા: શાળાના બાળકો સહિત આંગણવાડીના ભૂલકાઓ, અને ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) આશીર્વાદરુપ પુરવાર થઇ રહ્યો છે.રાજયના નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમ શાળા, મદ્રેશા, કે ચિલ્ડ્રન હોમના બાળકોને 4D પ્રમાણે આરોગ્ય તપાસ અને સારવાર આપતા આ કાર્યક્રમ અંતર્ગત, ડાંગ જિલ્લામાં એક પણ બાળક જન્મજાત ખામી એવી કપાયેલ હોઠ અને ફાડ્યુકત તાળવુંની સારવારથી વંચિત ના રહી જાય એનું વિશેષ ધ્યાન રાખી સેવાઓ આપવામાં આવી રહી છે.

આ જન્મજાત ખામીનાં લીધે બાળકને જમવામાં અને બોલવામાં (ખાસ કરીને તાળવાની મદદથી બોલાતા શબ્દોમાં પડતી મુશ્કેલી) તેમજ શ્વસનતંત્રમાં લાગતા વારંવારના ચેપ વિશે સમજાવી સર્જરી માટે તૈયાર કરવામાં આવતા હોય છે. ડાંગ જિલ્લામાં RBSK DGAHT601 ટીમનાં ડૉ દિવ્યાંગ નિનામા, ડૉ નિકિતા ઠાકોર, અને ફાર્માસિસ્ટ કવિતાબેન તથા FHW સુનિતાબેન દ્વારા તેમની આરોગ્ય તપાસ દરમિયાન આહવા તાલુકાના નાંદનપેડા ગામના અહમદ અસ્લમ ગોરી, ઉંમરઃ૩ વર્ષને તપાસ દરમિયાન જન્મજાત ખામી ફાળયુક્ત તાળવા વાળું બાળક મળી આવ્યું હતું. જેની વાપીની હરિયા ટ્રસ્ટ હોસ્પીટલમાં સફળ સર્જરી કરાવવામાં આવી હતી.

આ બાળક હાલ તાલુકા આરોગ્ય કચેરી-આહવાની RBSK ટીમ DGAHT601 ના ફોલોઅપ હેઠળ છે. આમ, ડાંગ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ કેટલાયે બાળકો માટે આશીર્વાદરૂપ કાર્યક્રમ બની રહ્યો છે.