ડુંગરપુર: કાલીબાઈ ભીલ ડુંગરપુર જિલ્લાના રાસ્તાપાલ ગામમાં રહેતી હતી અંગ્રેજોના દબાણમાં ડુંગરપુર રાજયની વિદ્યાલયોનું સંચાલન કરવાની મનાઈ હતી પ્રજામંડળે અન્યાયપૂર્ણ રીતે વિદ્યાલયોને બંધ કરવાનો વિરોધ કર્યો અને ઔપનિવેશક શાસનને રદ કરવાની માંગ કરી. પ્રજમંડળના કાર્યકર્તાઓ ઉપર ડુંગરપુરના રાજા દ્વારા અત્યાચાર શરુ કરી દેવામાં આવ્યો અને બાદમાં પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યાં.
આજ પ્રકારે એક વિદ્યાલયમાં નાનાભાઈ ખાટના ઘરમાં સંચાલન થઈ રહ્યું હતું. રાજ્ય પોલીસ 19 જૂન 1947 ના રોજ રાસ્તાપાલ આવી અને નાનાભાઈ ખાંટને વિદ્યાલય બંધ કરવા જણાવ્યું પણ નાનાભાઈ એ બંધ કરતાં પોલીસે ખુબ જ બર્બરતા સાથે માર માર્યો અને તેમને જેલમાં નાખી દીધા. પોલીસના મારથી નાનાભાઈનું મૃત્યુ થઈ ગયું જેના લીધે લોકોમાં અસંતોષની ભાવના વધી. નાનાભાઈના સાથેના અધ્યાપક સેંગાભાઈને પણ પોલીસે માર મારવાનું શરુ કરી દીધું હતું અને તેને બાંધીને પોતાની જીપ પાછળ ઘસેડીને લઈ જવા લાગ્યા. આ દ્રશ્ય વિદ્યાલયમાં ભણતી વિદ્યાર્થીનીએ ખેતરમાં કામ કરતાં કરતાં જોયું અને તે પોલીસની ના પાડવા છતાં જીપ પાછળ દોડી અને દાતરડાં થી દોરીને કાપી પોતાના અધ્યાપકને મુક્ત કર્યા અને જેવી પોતાના અધ્યાપકને ઉભા કરવા ગઈ તેવી જ ગુસ્સે ભરાયેલી પોલીસે કાલીબાઈની પીઠ પાછળ ગોળીઓ વરસાવી દીધી તે અચેત થઈ જગ્યા પર જ ઢળી પડી. ત્યારબાદ તેને ડુંગરપુર દવાખાનામાં લઈ જવામાં આવી પણ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.
પોલીસની આ બર્બરતા પર અને વિદ્યાલયની એક કિશોર વયની બાળાની અન્યાયપૂર્ણ રીતે હત્યા થી ભીલ સમુદાયમાં જબજસ્ત આક્રોશ પેદા થયો અને લગભગ 12 હાજર લોકો હથિયાર લઈ એકઠા થઈ ગયા અને મહારાવલ ડુંગરપુર પર દબાણ બનવા લાગ્યું કે પ્રજામંડળના કાર્યકર્તાને જેલ મુક્ત કરવામાં આવે અને ભિલોના સમુહને શાંત કરી એમણે પાછા વળાવવા રાજી કરવામાં આવે. આજે રાસ્તાપાલમાં 13 વર્ષીય કાલીબાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એમની શહાદતની યાદમાં આજે પણ દર વર્ષે શહાદત મેળો યોજાઈ છે અને લોકો શહીદ કાલીબાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.