કપરાડા: બાળકોનું શિક્ષણ સત્રનીચ અને ચોમાસાની શરૂવાત થઇ રાહી છે ત્યારે ગતરોજ વાપીની સિદ્ધ સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાના સરવરટાટી અને આબાપાના પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રી અને ખેડૂતો માટે રેનકોટ વિતરણ કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડા તાલુકાની બે પ્રાથમિક શાળા સરવરટાંટી અને આંબાપાના 124 વિદ્યાર્થીને ટ્રસ્ટ તરફથી પેન્સિલ નોટબુક રબર બુટ મોજા વિતરણ કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટ તરફથી આપેલા રેનકોટ ગામના આગેવાન પાંડુભાઇ એલ પવાર અને ગામના સરપંચ રઘુભાઈના હસ્તે ખેડૂતોને આપવામાં આવ્યા હતા

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભાવનાબેન પટેલ પ્રતીક્ષાબેન પટેલ શિક્ષકો સરોજબેન અંકિતાબેન સુરેશભાઈ તેમજ ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ નિરવભાઈ હર્ષાબેન કોઠારી અને સહયોગ આપનાર ભાવિચા દોશી ધર્મેશ પંચાલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા