વાંસદા: ચીખલીની એક વર્ગ શાળામાં બાળકોને આપાતા ભોજનમાં થોડા દિવસ અગાઉ ગરોળી નીકળ્યાની ઘટના બની હતી જેને લઈને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્યાહન ભોજન તૈયાર કરનાર નાયક ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિમાં વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, જિલ્લા પં. સભ્ય ચંપાબેન, અંજનાબેન અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાની હાજરીમાં વાંસદા મામલતદારને આવેદનપત્રની સોંપણી કરાઈ હતી. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર જ્યારે કુપોષણ દૂર કરવા જાહેરાત કરી કરોડોના ટેન્ડર પાસ કરે છે પરંતુ જે તે એજેન્સીનું ટેન્ડર પાસ થયા બાદ ધારા ધોરણ મુજબ સુરક્ષા વ્યવસ્થા માપદંડ સાથે યોગ્ય પોષણયુક્ત આહાર આપવામાં કેટલી કાળજી રખાય છે તેની તપાસ ક્યારે પણ થતી નથી. લાગે છે તંત્રના આશીર્વાદ છે નાયક ફાઉન્ડેશન ને.. નાયક ફાઉન્ડેશન દ્વારા મોકલવામાં આવેલા મધ્યાહન ભોજનમાં ચીખલી તાલુકાની પીપલગભણની વર્ગ શાળામાં ગરોળી નીકળી હતી. જેનો વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે.
આદિવાસી વિસ્તારોમાં આવી એક નહિ ઘણી ઘટનાઓ બની છે. અને તેની અનેકો વખત જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્રને જાન કરાઈ છે પણ આ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના કડક પગલાં નાયક ફાઉન્ડેશન વિરુદ્ધ લેવાયા નથી જેનાથી આદિવાસી ગરીબ બાળકોના આરોગ્ય સાથે ચેડાંનો સિલસિલો હજુ બંધ થયો નથી. હવે જોવું રહ્યું કે આવા નાલાયક ફાઉન્ડેશનને વહીવટીતંત્ર સજા આપશે કે લોકો રસ્તા પર ઉતરીને સબક શીખવશે.

