જલાલપુર: સોશ્યલ મીડિયા બન્યું દીકરીનું ભાગી જવાનું કારણ..! જલાલપુરમાં રહેતી ધોરણ 10માં નાપાસ થયેલી સગીરાને MPનો રૂમલેશ નામના યુવાન દ્વારા instagramની ચેટ થી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે ધોરણ 10 માં નાપાસ થયેલી સગીરાને મોબાઈલ લઇ આપ્યો હતો. સગીરાએ મોબાઈલમાં instagram એપ ડાઉનલોડ કર્યું અને પોતાની ઘર પાસે જ પોતાની માસીના ઘરે આવતા MPના યુવાન રૂમલેશ સાથે ચેટ ચાલુ થયું અને તેઓની આંખ મળી હતી. બંને instagram પરથી ચેટ કરી મળવા લાગ્યા. મળવા સમયે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને ઘરેથી ભગાડી ગયાની ઘટના બની હતી.
સગીરની માતાએ જલાલપુર પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે હાલમાં બંને યુગલોની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે રૂમલેસ સગીરાને ભગાડી ગયો હોય તો પોલીસ પોસ્કો સહિતની કલમ લગાવી યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

