અબ્રામા: છેલ્લાં ઘણા દિવાસોથી વલસાડના શહેરી વિસ્તારની લોક વસ્તીમાં દેખાતો વાછરડાનું મારણ કરનાર દીપડો વલસાડમાં ફોરેસ્ટને હાથતાળી આપી નાસી ગયો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં બે કૂતરા પુરાઈ ગયાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના શહેરી વિસ્તારની લોક વસ્તીમાં ફરતા દીપડાએ અત્યાર સુધીમાં એક કૂતરૂં અને વાછરડાનુ મારણ કરી નાખ્યું છે એના પકડવા માટે વલસાડમાં ફોરેસ્ટ દ્વારા મોગરાવાડીની સોસાયટીમાં મરઘાંનું મારણ કરીને પાંજરું મુકવામાં આવ્યું હતું પણ આ પાંજરામાં 2 કૂતરાં ટ્રેપ થઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું. હાલમાં પણ દીપડો બહાર ફરતો હોવાનો ભયે સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.
સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા 8 દિવસથી દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા 3 સ્થળે પાંજરા મુકવામાં આવ્યો છે પણ દર વખતની જેમ આ વખતે પણ દીપડો પાંજરે પુરાયો નથી જેને લીને ગ્રામજનો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે.

