ચીખલી: વર્તમાનમાં ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન સાત જેટલી પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રુટી રાખી હોવાનું કારણ આગળ ધરી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજય નાયકા દ્વારા શાળાના આચાર્યને ઓફિસે બોલાવી સાહેબગીરી કરતાં જેના ઘેરા પ્રત્યાઘાતો પ્રાથમિક શિક્ષણ આલમમાં પડ્યાં છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાની મીણકચ્છ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય નાયકાને ઇન્ચાર્જ ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકેનો ચાર્જ મળતાની સાથે જ સત્તાનો કેફ ચઢી ગયો એવું જણાય છે. મૂળ મીણકચ્છ પ્રાથમિક શાળામાં ફરજ બોલે છે. એટલે શાળામાં પિરિયડ લઈ વિદ્યાર્થીઓ ને શિક્ષણ પૂરું પાડવાનું હોય છે પરંતુ તેઓ શાળામાં જઈ ફક્ત રજીસ્ટરમાં જ સહી કરી કચેરીએ ફરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું છે. તેમજ ટી.પી.ઓ દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન 7 જેટલી શાળાના આચાર્યોને પ્રોટોકલ ન જાળવ્યો હોવાનું જણાવી કચેરીએ બોલાવી સાહેબગીરી કરી ખુલાસા પૂછી સાહેબગીરી દર્શાવી હતી. અને જેમાં પ્રવેશોત્સવ દરમિયાન ટેબલ નાનું હોવું ફૂલદાની વ્યવસ્થિત ન હોવી પ્રવેશોત્સવમાં આવેલા અધિકારીઓને જમવા બાબતે જેવા સામાન્ય પ્રશ્ન બાબતે આચાર્યને તતડાવી નાંખી સાહેબગીરી બાબતે કોઈ પાછી પાની ન કરતાં પ્રાથમિક શિક્ષણ આલમમાં ભારે કચવાટ ફેલાયો છે.

ટી.પી.ઓ સામાન્ય બાબતે સાહેબગીરી કરતા આવ્યા હોવાની બૂમ ઉઠવા સાથે ખરેખર જેમણે શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓના પ્રશ્ન બાબતે કે શિક્ષકોની ઘટ શાળામાં ખૂટતી સેવા બાબતે ધ્યાન આપી જે પ્રશ્ન હલ કરવાની જગ્યાએ સાહેબગીરી કરવામાં રચ્યાપચ્યા રહેતા ઇન્ચાર્જ ટી.પી.ઓ.ની કામગીરી સામે પ્રાથમિક શિક્ષણ આલમમાં ભારે કચવાટ ફેલાયો છે. ઇન્ચાર્જ ટી.પી.ઓને શિક્ષકો, આચાર્યના ગ્રુપમાં એમની સૂચના સિવાય કોઈ પ્રશ્ન કે રજુઆત ન મુકવા કે શિક્ષણને લગતી માહિતી ન મૂકી પોતાની મનમાની જ ચલાવી ટી.પી.ઓની સૂચના કે મંજૂરી બાદ જ શેર કરવાની સૂચના અપાતા જેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડેલા જોવા મળે છે.