ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામની ડુંગરપાડા પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજ ઉત્કર્ષ કૉ-ઑપરેટીવ ક્રેડિટ સોસાયટી માંડવખડક દ્વારા ગામના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને ભેટસ્વરૂપે શિક્ષણ કિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી સમાજ ઉત્કર્ષ કૉ-ઑપરેટીવ ક્રેડિટ સોસાયટી માંડવખડક દ્વારા નિશ્વ સંદીપભાઈ પટેલ,હેનીબેન કેતનભાઈ માહલા,ભૂમીબેન હિતેશભાઈ માહલા,પ્રિન્સી કેતનભાઈ માહલા,માનસી સુભાષભાઈ ગાયકવાડ, કેન્વી રાજેશભાઈ પટેલ, સાહિલ જીતેન્દ્રભાઈ પટેલ, ભાર્ગવી વિનોદભાઈ પટેલ, અવિનાશ મહેશભાઈ ગાંવડા, પ્રાચીબેન નવીનભાઈ ગાંવડા,દિયા રાકેશભાઈ ચૌધરી જેવા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આદિવાસી સમાજ ઉત્કર્ષ કૉ-ઑપરેટીવ ક્રેડિટ સોસાયટી માંડવખડકના પ્રમુખશ્રી વલ્લભભાઈ જાનુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ-શ્રી શંકરભાઈ છગનભાઇ પટેલ, મહામંત્રી- શ્રી મિઠ્ઠલભાઈ બજનભાઇ ગાયકવાડ, સહમંત્રી- શ્રી સુનિલભાઈ રાયુભાઈ ગાયકવાડ, ખજાનચી- શ્રી નટવરભાઈ જતરભાઈ પટેલ કારોબારી સભ્યો શ્રી ગુલાબભાઇ સોમાભાઇ માહલા, શ્રી મિઠ્ઠલભાઈ મગજીભાઇ ગાંવડા, શ્રી વલ્લભભાઈ જાનુભાઈ ચૌધરી, શ્રી નટવરભાઈ જતરભાઇ પટેલ, શ્રી અમૃતભાઇ બાલુભાઈ ગાંગોડા, શ્રી સુનિલભાઈ રાયુભાઈ ગાયકવાડ, શ્રી મિઠ્ઠલભાઈ બજનભાઇ ગાયકવાડ, શ્રી પ્રવિણભાઈ મંગળભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ દયજુભાઈ ગવળી, શ્રી ચંદ્રકાંતભાઈ ભાયજુભાઇ ગાયકવાડ, શ્રી શંકરભાઈ છગનભાઇ પટેલ, શ્રી સંદિપભાઈ રમેશભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઇ બટુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.