નર્મદા: ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આગામી 19 મી જૂન, 2023 ના રોજ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સિકલસેલ એનીમીયા ધરાવતા લોકોની તપાસ સારવાર તેમજ કાઉન્સેલીંગ, જનજાગૃતિ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવનાર છે.
નર્મદા જિલ્લામાં વિશ્વ સિકલસેલ દિવસ”ની ત્રણ દિવસ દરમિયાન ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા. 17 મી જૂન, 23 ના રોજ સિકલસેલ અવેરનેશ ફાઉન્ડેશન દ્વારા સરકારી વિનયન કોલેજ પાનખલા ખાતે સાગબારા તાલુકાના લાભાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. 18 મી જૂન,23 ના રોજ, નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા તાલુકાના લાભાર્થીઓ માટે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીકલીનીક ખાતે રાખવામાં આવ્યું છે.
જ્યારે તા.19 મી જૂન, 23 ના રોજ જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, SDH દેડીયાપાડા/SDH ગરૂડેશ્વર, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે. જે અન્વયે સિકલસેલના લાભાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લે તેવો અનરોધ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.

