વાંસદા: બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં બાળકોને શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં બાળકોને શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે એમની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી શાળામાં અભ્યાસ કરતા આર્થિક પરિસ્થિતિ જેમની ખુબજ નબળી છે. તેવા તમામ બાળકોને શાળાના સ્ટાફ દ્વારા સહિયારા પ્રયત્નોથી નોટબુકનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરી અભ્યાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ અવસરે શાળાના મંત્રીશ્રી કે.બી.પટેલ અને આચાર્યશ્રી આર.જે.થોરત દ્વારા તમામ શિક્ષક મિત્રોને બાળકોના હિત માટે ઉમદા કાર્યો કરવા બદલ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.