વાંસદા: નવસારી- ડાંગ- વલસાડના આદિવાસી વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ કંદમૂળ અને જંગલના ફાળોની ખાવા માટે લોકોને પ્રકૃતિ ભેટ આપતી હોય છે. તેમાંના કંદમૂળ શૅવળા અને ફળમાં હુંબા જે તાપમાં આદિવાસી લોકો મજા માનતા હોય છે
આ વિષે PI કિરણ પાડવી કહે છે કે વરસાદના આગમન સાથે શૅવળાના કંદમૂળ નીકળી આવે છે.આદિવાસીઓના મુખ્ય ખોરાક તરીકે શેવળાની ગણતરી થાય છે. આ શેવળા ચોમાસાનું આગમન થતાં જ જંગલમાં નીકળી આવે છે. આ શેવળા ફક્ત ચોમાસાની ઋતુ સુધી જ રહે છે. આ શેવળાને આદિવાસીઓ ઔષધિ તરીકે ગણે છે. તેનાથી શરદી તાવ તથા ચોમાસામાં થતા અનેક રોગો દૂર થાય છે.આ શેવળાની રસોઈ બનાવતી વખતે બોંડારા નામની એક ઔષધિ તેમાં નાંખવામાં આવે છે તેથી તે ખંજવાળતા નથી. અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.અને આ શેવળા ચોમાસાની ઋતુમાં ખરેખર આરોગ્યપ્રદ ખોરાક તરીકે ગણી શકાય છે
હુંબા ઉનાળામાં થતું એક ફળ છે. જે સ્વાદે થોડું મીઠું અને તુરું હોય છે. હુંબું પાકે ત્યારે રતાશ પડતા રંગનું હોય છે એની અંદર ઘણીબધી ચીકાશ રહેલી હોય છે. એ હંમેશા જુમખામાં હોય છે અને આજુબાજુ લાલ મંકોડા પણ એની સાથે જ માળો બનાવીને રહે છે. ઉનાળામાં આ ફળ ખાવાની બાળકોને મજા આવી જાય છે સ્વાદે થોડું અટપટું પણ સ્વાસ્થ્યવર્ધક છે. હુંબાના ઝાડની ઊંચાઈ વધારે હોય છે જેથી તેને નીચે પાડવા માટે ઘણીબધી મહેનત કરવી પડતી હોય છે. મહેનત સાથે મંકોડા સાથે પણ લડવું પડે છે.

