પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: ગતરોજ વાંસદાના રાયબોર ગામમાં રહેતા જીતુ ઉર્ફ જીતેન્દ્ર પાડવી વાંસદાના જ એક ગામમાં રહેતી 39 વર્ષીય પરિણીતાના ઘરમાં રાત્રે 12 વાગ્યે બારીમાંથી ઘૂસીને ઘરમાં એકલી જ સુતેલી પરિણીતા જગાડી ‘મને ઈચ્છા થઈ છે’ એમ કહીને છીડતી કર્યાની ઘટના સામે આવી છે.

છેડતીનો ભોગ બનનાર મહિલાની ફરિયાદ અનુસાર તેના પતિ, પુત્ર અને પુત્રી બહાર કામ માટે ગયા હતા અને રાત્રે  સાસુ-સસરા બાજુના મકાનમાં સુતેલા હતા. ત્યારે વાંસદાના રાયબોર ગામે રહેતો જીતુ ઉર્ફ જીતેન્દ્ર પાડવી ઘરે અંદાજે રાત્રે 12 વાગ્યે બારીમાંથી ઘુસ્યો હતો અને શરીર પર હાથ નાંખતા તેણી જાગી ગઈ હતી. અને મેં તેને ઓળખી કાઢયો હતો. તેણે મને કહ્યું કે  ‘મને ઈચ્છા થઈ છે જેથી હું આવ્યો છું’ મેં કહ્યું કે તારી પણ તો પત્ની છે’ તેમ છતાં તે મારી છેડતી કરવાનો પ્રયાસ કરવા લાગતાં મેં તેની ચૂંગાલમાંથી ભાગી બાજુમાં રહેતા તેના સાસુ-સસરાને ઉઠાડતા જીતુ ઉર્ફ જીતેન્દ્ર ઘરમાંથી નાસી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પરણીતાએ પતિને કરતાં પતિ કામ ઉપરથી ઘરે આવી વાંસદા પોલીસ સ્ટેશનમાં જીતુ પાડવી વિરૂદ્ધ જબરદસ્તી પકડી ઈજ્જત લેવાના ઇરાદાથી તેના શરીરે છેડછાડ કરવાનો ગુનો નોંધી વાંસદા PSI બી.જે.ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.