વરાછા: હાલમાં જ યુવતીની સગાઈ તોડાવવા ફેક એકાઉન્ટ બનાવી એક યુવકે તેના થનાર પતિને યુવતીના ચારિત્ર્ય વિષેના ખોટા મેસેજ કર્યા હતા જેને લઈને યુવતીના ભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

વરાછામાં રહેતી 24 વર્ષીય યુવતી સાથે જીગ્નેશ માવજીભાઈ મકવાણાય નામના યુવકની સગાઈ કરવાની ઈચ્છા હતી પણ યુવતીના પરિવારે તેની સગાઈ અન્ય યુવક સાથે કરી દેતાં યુવતીની સગાઈ તોડાવી નખાવવા માટે સોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના જીજાજીને તેના ચારિત્ર્ય બાબતોના ખોટા મેસેજ કર્યા. યુવકને લાગ્યું કે જો હું આ કરીશ તો યુવતીની સગાઈ તૂટી જશે. પણ બન્યું ઊંધું અને યુવકને પોતે જેલ જવાનો વારો આવ્યો.

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ટેકનીકલ સર્વલન્સના આધારે ફેક એકાઉન્ટ બનાવી યુવતીની સગાઈ તોડાવવાની કોશિશ કરનાર પરીમલ પાર્ક સોસા, લંબે હનુમાન રોડ, વરાછામાં રહેતાં અને હીરાના કારખાનામાં નોકરી કરનાર 28 વર્ષીય જીગ્નેશ માવજીભાઈ મકવાણાની ધરપકડ કરી છે.