વલસાડ: ગતરોજ વલસાડના સેગવા ગામમાં અચાનક ભારે પવન ફૂંકાતા એક મકાનની જર્જરિત દીવાલ તૂટી પડતા દીવાલ બાજુમાં બેસેલા 3 મજુરો દીવાલ નીચે દટાઈ ગયા હતા જેમાંથી એકનુ ઘટના સ્થળ પર જ મોત અને બે મજુરો ગંભીર રીતે ઘાયલ થયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના સેગવા ગામમાં હનુમાન મંદિર ફળિયામાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ પટેલનું જર્જરિત મકાનની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં કામ કરતાં ત્રણ મજુરો મકાન પરના પતરાં ઉતારી ઘરની દીવાલ પાસે થોડી વાર માટે બેઠા હતા. અચાનક ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની દીવાલ એકાએક આ ત્રણેય પર તૂટી પડી અને ત્રણેય દીવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં અમિતભાઇ નવીનભાઈ રાઠોડ નામના મજુરનું મોત થયું છે જ્યારે બે ની હાલત ગંભીર છે. હાલ તેઓ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના ઘટિત થતાં જ ઘરમાં બુમાબમ થઇ જતા આસપાસના લોકો થોડી આવ્યા હતા અનેદ ઘટનાના વિષે ગામના સરપંચને જાણ કરી હતી ત્યાર બાદ  દીવાલ નીચે દબાઈ ગયેલા ત્રણેય મજુરોને બહાર કાઢવાની કામગીરી  કરી હતી પણ એક મજુરની મૃત્યુ થઇ ગયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા મજુરોને 108 ની મદદ લઇ લોકોએ સારવાર માટે ખસેડયા હતા.