ખેરગામ: વિશ્વભરના રક્તદાતાઓમાં રક્તદાન માટે સભાનતા કેળવાય એ હેતુથી દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ યોજાય છે. ત્યારે નવસારીના ખેરગામ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ રક્તદાન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.
ઉલ્લેખનીય છે કે રક્ત કોઈપણ જગ્યાએ ડુપ્લીકેટ બનતું નહી હોવાથી આપણા દેશની વધારે વસ્તીના પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણે રક્તદાતાઓ ઓછા હોવાથી રક્તની ભારે અછત વર્તાતી હોય છે,આથી નિયમિત રક્તદાન જરૂરી હોવાથી ખેરગામ તાલુકા આરોગ્ય વિભાગ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવસારી રેડ ક્રોસ સંસ્થાના ડો.ભાવસારની ટીમના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 25 જેટલી બ્લડબેગ ભેગી થઇ હતી.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, મયુર, જીગર, યાજ્ઞિક, રસિકભાઈ, ધર્મેશ, બાલકૃષ્ણ સાવિરકાર સહિતના વિવિધ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો.કેતન પટેલ, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.રુજલ પટેલ, ડો.દિવ્યાંગ પટેલ, ડો.કેતન પટેલ, મહેશભાઈ લાડ, ડો.રિતેશ પટેલ, ડો.અરુણા પટેલ, ડો.કૌશલ, મુકેશભાઈ, રોહિત, પિંકલ, ખ્યાતિ, હિતેશ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

