વાંસદા: ગતરોજ બપોરના સમયે વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર થી બજાર જતા રસ્તા પર સુરતથી શિરડી જતી GJ-18-Z-8438 નંબરની ST બસ રોડ ઉપર થી સ્લીપ થઇ જતા રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પડી જતાં થોડીક બચી ગયાની ઘટના બનવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના હનુમાનબારી ચાર રસ્તા પરથી બજાર જતાં રસ્તા પર આવેલા જાંમુના ઝાડ પરથી રસ્તા પર પડેલા જાંબુ અને ત્યાર બાદ આવેલા વરસાદમાં રસ્તો ચિકાસ વાળો બની ગયો હતો અને તેના કારણે સુરતથી શિરડી જતી GJ-18-Z-8438 નંબરની ST બસ સ્લીપ થતા ખાડામાં પડતાં બચી ગઈ હતી. આ ઘટનાને લઈને લોકોને સમજાવવા એવું કારણ આપવામાં આવ્યું છે. પણ રાહતની વાત એ છે કે આ ઘટનામાં મુસાફરો કોઈ જાનહાની થઇ ન હતી.
આ ઘટનામાં બસનું સંતુલન બગડતા અંદર બેસેલા મુસાફરોએ બુમાબમ કરી મૂકી હતી. આ ઘટનાની જાણ થતાં જ હનુમાનબારી ગામના સરપંચ રાકેશ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને વાહન વ્યવહારને કંટ્રોલ કરી બસ ક્રેન દ્વારા એસ.ટી.બસને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. સરપંચ રાકેશ પટેલે પાણીનું ટેન્કર બોલાવી રસ્તા ઉપરનો ચિકાસ દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. સરપંચ રાકેશ પટેલે વન વિભાગના જાણ કરી અને જાંબુના ઝાડ કાપીને દૂર કરવાની માંગ કરી હતી.

