વાંસદા: ગતરોજ આહવા તાલુકાની ગુજરાતી પ્રાથમિક શાળા વડપાડા આવળિયામાળમાં વાંસદાના એક પીધ્ધડ શિક્ષકે તેના મિત્ર સાથે મળી મુખ્ય શિક્ષક સાથે અસભ્ય વર્તન કર્યા હોવાની આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે વાંસદાના વાંગણ ગામે રહેતા દિપક બાપજુ ગાવીત આહવા તાલુકાની ગુજરાતી પ્રાથમિક શાળા વડપાડા આવળિયામાળ ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે. દિપકભાઈ બાપજુભાઈ ગાવીત તથા તેનો મિત્ર બાબુરાવ મહાદુ બોરસા ગતરોજ દારુનો નશો કરી પ્રાથમિક શાળા વડપાડા આવળિયામાળ ખાતે ગયા હતા. અને શાળામાં જઈ મુખ્ય શિક્ષક સુનિલ શંકર ચૌધરી સાથે બોલાચાલી કરી અસભ્ય વર્તન કર્યું હતું
આ મુદ્દે સુનીલ ચૌધરીએ આહવા પોલીસ કંટ્રોલ 100 નંબર પર કોલ કરી દેતા આહવા પોલીસની ટીમ શાળાએ આવી અને પોલીસે દીપક ગાંવિત તથા બાબુરાવ બોરસાને નાશાની હાલતમાં ધરપકડ કરી લીધી હતી. આમ શિક્ષણ જગતને શર્મસાર કરનારા આવા શિક્ષકોનું પોતાનું કોઈ ભવિષ્ય નથી ત્યાં બાળકોના ભવિષ્યનું ઘડતર શું કરશે એ એક મોટો સવાલ છે.

